StudentBro એ એક એવી Application છે કે જેમાં ભણાવવાનું નહી પણ સમજવાનું મહત્વ છે.વિદ્યાર્થી જ્યારે જરૂર હોય ત્યારે તેના મનમાં ઉદ્દભવતા પ્રશ્નોના જવાબ મેળવી શકે. StudentBro નો પ્રયત્ન શૈક્ષણિક જગતમાં એવું પ્લૅટફૉમ ઉભું કરવાનો છે, કે જ્યાં Technology ના માધ્યમ થી શિક્ષણ ને સરળ બનાવી શકાય. ગુજરાત ના તમામ વિદ્યાર્થી માટે શિક્ષણ એ ખર્ચ નહીં પરંતુ જ્ઞાનનો પર્યાય બની રહે તે માટે StudentBro તત્પર છે.
StudentBro નો ઉદ્દેશ દરેકના માટે ઉપયોગી એવું Resource Centre પુરું પાડવાનો છે, જ્યાં વિદ્યાર્થી જાતે પોતાની પદ્ધતિથી ભણે. જ્યાં જરૂરિયાત વાળા વિદ્યાર્થી અને કેળવણીકારોની જરૂરિયાત સંતોષાય એવું સાર્વત્રિક શિક્ષણનું Resource Centre પુરું પાડવાનો StudentBroનો ધ્યેય છે